tech અન્ય અપરાધ ગાંધીનગર ગુજરાત જીવનશૈલી ટૉપ 10 દુનિયા ફેશન ફોટો-ગૅલરી બિઝનેસ બ્રેકિંગ ભારત મનોરંજન રમતો રાજનીતિ શહેર સુરત સ્થાનિક મુદ્દાઓ સ્વાસ્થ્ય

વિરોધ: ડાબેરીઓની આગેવાનીમાં મોદીને ઘેરવા દિલ્હીમાં ભેગા થયા દેશના ખેડૂતો, રામલીલા મેદાન તરફ આગળ વધ્યા

નવી દિલ્હી: ડાબેરી પક્ષોની આગેવાનીમાં સમગ્ર દેશના ખેડૂતો ગુરુવારે દિલ્હીમાં ભેગા થયા છે. તેઓ ધિરાણ માફી અને પાકની કિંમતો જેવા વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. 29 નવેમ્બરે દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાંથી ખેડૂતો રામલીલા મેદાન તરફ આગળ વધી રહ્યા છે. ખેડૂતો 30 નવેમ્બરે રામલીલા મેદાનથી સંસદ ભવન સુધી માર્ચ અને ધરણાં કરશે. આ રેલી અને વિરોધ પ્રદર્શનમાં ભાજપને બાદ કરતાં અન્ય ઘણાં રાજકીય પક્ષ અને નેતા પણ સામેલ થશે.

ઓલ ઈન્ડિયા ખેડૂત સંઘર્ષ સમન્વય સમિતિ (એઆઈકેએસસીસી)એ દાવો કર્યો છે કે, આ દેશમાં થયેલા અત્યાર સુધીના સૌથી મોટા પ્રદર્શનોમાંથી એક હશે. સમિતિના સંયોજન હન્નાન મોલ્લાહે જણાવ્યું કે, માર્ચ અને ધરણાં પ્રદર્શન પછી ગ્રામીણ વિસ્તારમાંથી આવનાર અગ્રણી ગાયક અને કવિ સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી ખેડૂતોની સમસ્યાઓ રજૂ કરશે.

Related posts

અમદાવાદ: ચાંદલોડિયાની ગૂગલ સ્માર્ટ સ્કૂલમાં બાળકોની બેગનું વજન નિયમથી વધુ

Surat Pranam Admin

કરતારપુર: શાંતિનો ઢોલ પીટતા સિદ્ધુએ ખાલિસ્તાની આતંકી સાથે ફોટો પડાવ્યો, અકાલી નેતાએ કર્યો શેર

Surat Pranam Admin

ઇંગ્લેન્ડમાં ગુજરાતી કપલઃ પતિના અન્ય પુરૂષો સાથે શારિરીક સંબંધો બન્યા પત્નીના મોતનું કારણ

Surat Pranam Admin

ટિપ્પણી મૂકો