tech અન્ય અપરાધ ગાંધીનગર ગુજરાત જીવનશૈલી ટૉપ 10 દુનિયા ફેશન ફોટો-ગૅલરી બિઝનેસ બ્રેકિંગ ભારત મનોરંજન રમતો રાજનીતિ શહેર સુરત સ્થાનિક મુદ્દાઓ સ્વાસ્થ્ય

દિલ્હીઃ ACPએ પોલીસ હેડકવાર્ટરના 10મા માળેથી કૂદીને આત્મહત્યા કરી, તપાસ શરૂ

નવી દિલ્હીઃ આઈટીઓ સ્થિત પોલીસ મુખ્યાલયના 10મા માળેની છત્ત પરથી કૂદીને એડિશનલ કમિશનર રેન્કના અધિકારીએ આત્મહત્યા કરી લીધી. ઘટના ગુરૂવાર સવારે 10 વાગ્યા આસપાસની છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એસીપી પ્રેમ વલ્લભ (55 વર્ષ) વિસ્થાપના વિભાગમાં તહેનાત હતા. બિલ્ડિંગમાંથી છલાંગ લગાવ્યા બાદ તેઓને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ એસીપીને મૃત જાહેર કરી દીધાં. તેમણે આ આત્મઘાતી પગલું કેમ ઉઠાવ્યું તે અંગેની કોઈ જાણકારી સામે નથી આવી. ગત કેટલાંક સમયમાં પોલીસ અધિકારીઓ દ્વારા આત્મહત્યાના કેસ વધી રહ્યાં છે. તેમાં પણ ઉચ્ચ હોદ્દા પર બેઠેલાં અધિકારીઓ દ્વારા આત્મહત્યાની પ્રવૃતિમાં ઘણો વધારો થઈ રહ્યો છે.

આ વર્ષે જ 11 મેનાં મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ IPS હિમાંશુ રોયે આત્મહત્યા કરી લીધી હતી. 2015માં હિમાંશુ રોય સહિત અનેક ઓફિસર્સે મહારાષ્ટ્ર ગૃહ મંત્રાલયને ચિઠ્ઠી લખીને ટ્રાંસફરમાં પક્ષપાત અને સિનિયર ઓફિસર્સ દ્વારા ખરાબ વ્યવહાર કરવાની ફરિયાદ કરી હતી, જે બાદ હિમાંશુ રોય સહિત ફરિયાદ કરનારા અધિકારીઓને સાઈડ લાઈન કરવામાં આવ્યા હતા.

Related posts

ઇંગ્લેન્ડમાં ગુજરાતી કપલઃ પતિના અન્ય પુરૂષો સાથે શારિરીક સંબંધો બન્યા પત્નીના મોતનું કારણ

Surat Pranam Admin

અમદાવાદ: 4 મુદ્દા પર 40 મિનિટ ચર્ચા કરી પછી બુકફેરમાં જવાનું મોડું થતું હોવાથી, 4 મિનિટમાં 103 કામ મંજૂર કરી દીધા

Surat Pranam Admin

અમદાવાદ VS કર્ણાવતી/ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની દરખાસ્ત છે?: હાઇકોર્ટ

Surat Pranam Admin

ટિપ્પણી મૂકો